ખરજવાને જડમૂળથી દુર કરી દેતો રામબાણ ઈલાજ- માત્ર પાંચ જ દિવસમાં જોવા મળશે પરિણામ

213
Published on: 10:37 am, Thu, 21 October 21

ખરજવું એ એક ચેપી રોગ છે. આ એક ત્વચાની સૌથી ગંભીર બીમારી છે. આ બીમારીથી પીડાતા વ્યક્તિ સતત ખંજવાળ અને બળતરાથી પરેશાન રહે છે. કેટલીક વખત ગંભીર ઘા પણ થઇ જાય છે. આજે અમે તમારા માટે ખરજવા જેવી ત્વચાની બીમારીથી છૂટકારો મેળવવા માટે કેટલાક ઘરેલું ઉપાય લઇને આવ્યા છીએ.

લીમડાનું તેલ
લીમડાના તેલમાં બે મુખ્ય એન્ટી ઇન્ફલેમેટરી કમ્પાઉન્ડ હોય છે. લીમડાનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. કોઇપણ દુખાવાને ઓછું કરે છે અને સંક્રમણ વિરુદ્ધ સુરક્ષા પ્રદાન કરે છે. જેના માટે તમે 1/4 જૈતુનનું તેલ લો અને તેમા 10-12 ટીંપા લીમડાનું તેલ મિક્સ કરી પ્રભાવિત જગ્યા પર લગાવો. જેનાથી થોડાક દિવસમાં જ એક્જિમા(ખરજવું)ની સમસ્યાથી રાહત મળશે.

મધ 
ખરજવા માટે તમે બે ચમચી મધ તથા બે ચમચી તજનો પાઉડર લો. તેને બરાબર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. એક્જિમા એટલે કે ખરજવું થયું હોય તે જગ્યા ધોઇને તેની પર આ પેસ્ટ લગાવી લો. સૂકાઇ ગયા પછી તેને પાણીથી ધોઇ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી ખરજવુ જડમૂળથી દૂર થઇ જશે. મધ ત્વચાની બળતરાને ઓછી કરે છે. તેમજ તજમાં પણ એન્ટીમાઇક્રોબાયલ એજેન્ટ છે. તે એન્ટી ઓક્સીડેન્ટથી સમૃદ્ધ છે તેમા એન્ટી ઇન્ફેલેમેટરી ગુણ રહેલા છે.

એલોવેરા
એક્જિમાના કારણે થઇ રહેલી ત્વચાની ડ્રાયનેશને નિયંત્રિત કરવામાં બેસ્ટ છે. તે ત્વચાને પોષણ આપવાની સાથે સોજો ઓછો કરવામાં સહાયતા કરે છે. તેના માટે એલોવેરા જેલમાં વિટામિન ઇનું તેલ મિક્સ કરી લો. તેને ખરજવા લગાવવાથી આ રોગથી છૂટકારો મળે છે.

એલોવેરા ત્વચાને તાજગી આપવાની સાથે સૌથી બેસ્ટ ઉપાય છે. એક્જિમાના કારણે થઇ રહેલી ત્વચાની ડ્રાયનેસને નિયંત્રિત કરવાનું કામ કરે છે.વિટામિન ઇના તેલની સાથે એલોવેરા મિક્સ કરીને લગાવવાથી ખંજવાળની સમસ્યા દૂર થાય છે. સાથે જ તેના ડાઘ પણ દૂર થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…