મૃત્યુ બાદ શરીરના ક્યા ભાગમાંથી બહાર નીકળે છે આત્મા? જાણો ‘મૃત્યુ’ પછીના અજાણ્યા રહસ્યો વિશે

384
Published on: 6:41 am, Sat, 29 May 21

આ પૃથ્વી પર જન્મ લેનાર પ્રત્યેક માણસ અને પ્રાણીઓનું મૃત્યુ નિશ્વિત જ છે, પરંતુ શું તમે જાણો છે? કે મનુષ્યના ક્યાં ભાગ માંથી પ્રાણ જાય છે? નહીં તો આજે આપણે જાણીશું. મૃત્યુએ જીવનનું અટલ સત્ય છે, જે પણ જન્મ લે છે તે એક દિવસ તો એમના શરીરનો ત્યાગ જરૂર કરે છે.

એની સાથે આપણે બધાને આ જાણવા ની ઉત્સુકતા રહે છે કે મૃત્યુ પછી શું થશે. શરીરને તો સળગાવી દેવામાં આવે છે પરંતુ આત્મા ક્યાં જાય છે શું કરે છે. મૃત્યુ પછી જીવન ને જાણવા વિશે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહે છે. આજે અમે આ લેખમાં આ રહસ્ય વિશે ગરુડ પુરાણની અનુસાર જણાવી રહ્યા છીએ.

આપણે બધા મૃત્યુ ની પછી શરીર ને સળગાવી દઈએ છીએ પરંતુ આત્મા શરીર નો ત્યાગ કરીને જતી રહે છે. ગરુડ પુરાણની અનુસાર અંતિમ સમય દરમિયાન માણસના શરીરના ક્યાં ભાગમાંથી આત્મા જાય છે એ વિશે ગરુડ પુરાણ માં બતાવ્યું છે કે મનુષ્ય ના શરીર માં દશ અંગ એવા હોય છે જે હંમેશા ખુલ્લા રહે છે.

ગરુડ પુરાણ ની અનુસાર બે આંખ, નાક ના બે છેદ, બે કાન ના છેદ, મોં તેમજ મળ મુત્ર વિસર્જન દ્વાર એની સાથે જ માથા ની વચ્ચેની તિરાડ. જયારે બાળક જન્મ લે છે તો માથાને સ્પર્શ કરીએ છેદ ને મહેસુસ કરી શકાય છે. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જયારે બાળક માતાના ગર્ભમાં હોય છે તો એ સમયે બાળકના શરીરમાં આત્મા આ છેદથી પ્રવેશ કરે છે.

શાસ્ત્રો માં માનવામાં આવે છે જેમ વ્યક્તિ કામ કરે છે એની અનુસાર જ મોત ના સમયે એની આત્મા જીવનમાં કરેલા કામોની અનુસાર જ શરીર ના આ ભાગોમાંથી બહાર નીકળે છે.એમાં માનવામાં આવે છે કે જો સારા કામ કર્યા હોય તો આત્મા માથાની તિરાડ થી બહાર નીકળે છે, જો ખરાબ કામ કર્યા હોય તો આત્મા ગુપ્તાંગોથી બહાર નીકળે છે. આ બધું જ કર્મને આધીન છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…