મંદિરમાં દીવો કરતાં સમયે ઉમેરો માત્ર આ એક વસ્તુ- થોડા જ સમયમાં બની જશો માલામાલ

375
Published on: 5:55 pm, Sat, 25 September 21

આજે આપણા દરેક લોકોના ઘરમાં રસોડું એક એવું સ્થાન છે જ્યાં દેવી અન્નપુર્ણાનો વાસ હોય છે. એવામાં લવિંગ જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરે છે. આજે અમે તમને લવિંગના કેટલાક ચમત્કારી ઉપાય જણાવીશું. જેનાથી તમારું જીવન સફળ અને શાનદાર બની શકે છે. કહેવાય છે નિયમિત સવારે પૂજા કરતા સમયે જો દીવામાં બે લવિંગ ઉમેરીએ તો આપણા દરેક બગડેલા કામ સારા થવા લાગે છે

અને તમારા દરેક કામમાં ભગવાન તમારી સાથે હોય છે. કહેવામાં આવે છે કે જો ધન પ્રાપ્તિ જોઇએ તો તેના માટે લવિંગને ખૂબ લાભદાયી માનવામાં આવે છે. તમે બે લવિંગને સરસિયાના તેલથી કરવામાં આવેલા દીવામાં ઉમેરીને હનુમાનજીની પૂજા કરો. આમ કરવાથી ધન લાભ થાય છે અને તમારા બગડેલા કામ સારા થાય છે. તે સિવાય દીવામાં લવિંગ ઉમેરીને તેનો ધૂપ કરવાથી પણ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

અને સાથે જ ઘરના લોકોને જે બીમારીઓ હોય છે તે પણ જડમૂળથી દૂર થાય છે. જો તમે પૂજા સમયે ઘીનો દીવો પ્રજ્જવલિત કરો છો તો આ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે ઘીનો દીવો હમેંશા ડાબા હાથ તરફ જ પ્રગટાવવો. શાસ્ત્રોમાં ઘીનો દીવો ડાબા હાથ તરફ પ્રગટાવવો જ સર્વોત્તમ માનવામાં આવ્યો છે. જ્યારે કે પૂજા દરમિયાન તેલનો દીવો હમેંશા જમણા હાથ તરફ જ રાખવો જોઈએ

અને દીવાની જ્યોતનું મોં ભગવાનની એકદમ સામે હોવું જોઈએ. જ્યારે પણ તમે પૂજા કરો તો આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે દીવાની અંદર ઘી કે તેલ સારા પ્રમાણમાં હોઈ. જેથી પૂજા કરતા દરમિયાન દીવો ન ઓલવાઈ. પૂજા કરતા સમયે દીવો ઓલવાઈ જવો અશુભ માનવામાં આવે છે અને એવું થવા પર પૂજાનું પૂર્ણ ફળ પણ પ્રાપ્‍ત નથી થઈ શકતું.

એટલે તમે હમેંશા આ પ્રયાસ કરો કે દીવાની અંદર ઘી કે તેલની માત્રા એટલી હોઈ કે પૂજા કર્યા બાદ પણ ઓછામાં ઓછી અડધી કલાક સુધી દીવો ચાલુ રહે. પૂજા દરમિયાન તમે જે પણ ચીજોનો ઉપયોગ કરો છો તે દરેક વસ્તુ શુધ્ધ અને અખંડિત હોવી જોઈએ. એટલે તમે આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમે જે દીવાનો ઉપયોગ પૂજા દરમિયાન કરી રહ્યા છો તે ખંડિત દીવો ન હોઈ. કરવો આ મંત્રનો જાપ,

દીવો પ્રગટાવતા સમયે ‘શુભમ કરોતિ કલ્યાણં,આરોગ્યં ધન સંપદામ્. શત્રુ બુધ્ધિ વિનાશાય,દીપં જ્યોતિ નમોસ્તુતે’. મંત્રનો જાપ જરૂરથી કરવો. આ મંત્રનો જાપ કરવાથી તમે ભગવાન પાસે શુભ, કલ્યાણ, આરોગ્ય, ધન સંપદા, શત્રુની બુદ્ધિનો વિનાશ કરવાની કામના કરો છો. દીવો પ્રગટાવવા સાથે જોડાયેલા મંત્રનો જાપ તમારે ત્રણવાર કરવો. પૂજા કરવા માટે સૌથી ઉત્તમ સમય સવારનો હોઈ છે અને એવું કહેવામાં આવે છે કે સવારનાં સમયમાં કરવામાં આવેલી પૂજા સફળ રહે છે.

આપણા શાસ્ત્રોને અનુસાર પ્રાતકાલ ભગવાનનું નામ લેવું શ્રેષ્ઠ હોઈ છે અને બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઈશ્વરની આરાધના જરૂર કરવી જોઈએ. પરંતુ શું તમને ખબર છે કે આખરે કેમ સવારના સમયને જ પૂજા કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. સ્વાસ્થય માટે ફાયદાકારક, સવારના સમયે સૂરજથી નિકળતી કિરણો સ્વાસ્થય માટે લાભદાયક માનવામાં આવે છે. જ્યારે તમે સવારનાં સમયે સૂર્યદેવતાને અર્ઘ આપો છો.

તો સૂરજથી નિકળતી કિરણો તમારા શરીરને ઘણી પ્રકારનાં લાભ આપે છે અને તમારી રક્ષા ઘણીબધી બિમારીઓથી થઈ જાય છે. એટલે કહેવામાં આવે છે કે તમે સવારે જેટલું જલ્દી બની શકે સૂર્યદેવતાને અર્ઘ આપો. ભગવાનની શક્તિઓ જાગૃત હોઈ છે, બ્રહ્મ મુહૂર્ત દરમિયાન પૂજા કરવાથી પૂજા સફળ માનવામાં આવે છે. શાસ્ત્રોને અનુસાર બ્રહ્મ મુહૂર્ત દરમિયાન દરેક ભગવાનની શક્તિઓ જાગૃત થઈ જાય છે અને આ દરમિયાન પૂજા કરવાથી ભગવાન તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…