5000 વર્ષથી ચાલી આવેલી સંસ્કૃતિ મુજબ હાલમાં પણ આ ગામમાં ભરાઈ છે ‘ડાકણ બજાર’, જાણો ક્યાં આવેલું છે આ સ્થળ

150
Published on: 6:21 am, Tue, 4 May 21

મિત્રો, તમે બધાએ બજાર ભરાઈ, મેળા ભરાઈ આ બધું સાંભળ્યું હશે પરંતુ આજે અમે તમને ડાકણની બજાર વિશે વાત કરીશું. ભારતને ભૂતો, તાવિઝ અને માદળીયા માટે બદનામ કરવામાં આવે પરંતુ વહેમ અને અંધશ્રધ્ધા તો આખી દૂનિયામાં ફેલાયેલા છે. દક્ષિણ અમેરિકાખંડમાં આવેલા પેરુ નામના લેટિન અમેરિકી દેશના કુસકો શહેરમાં ડાકણ બજાર (વિચીઝ માર્કેટ)નામનું સ્થળ આવેલું છે.

પર્વતમાળાઓની વચ્ચે આવેલા કુસકો શહેરમાં મે થી ઓગસ્ટ માસ દરમિયાન 10 લાખથી પણ વધુ ટુરિસ્ટો મુલાકાતીઓ આવે છે જો કે કોરોના મહામારીના પગલે આ વર્ષે ખૂબજ ઓછી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. જાદુ ટોણા માટે વપરાતી વસ્તુઓની માંગ ઘટી ગઇ છે.

પેરુમાં પણ કોરોના સંક્રમણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. આ બજારમાં પ્રાણીઓના માથા, સુકાઇ ગયેલા ધડ, સુકાઇ ગયેલા દેડકાઓ,જુદા જુદા પ્રાણીઓના શરીરમાંથી કાઢેલી આંખો, જુનો દારુ, ઘુવડ તથા વિવિધ પ્રકારના તાવિજ અને માદળિયા મળે છે. જાદુ ટોણા અને ટોટકા માટે વપરાતી માંગો તે વસ્તુ આ બજારમાંથી મળી રહે છે.

ઓપન એર બજારમાં જીવનમાં કયારેય કામ ના આવી હોય એવી વિચિત્ર વસ્તુંઓનો ગુણો એવી રીતે સમજાવવામાં આવે છે લોકો ખરીદી કરવા માટે લલચાય છે. નવાઇની વાત એ છે કે પેરુ દેશની સરકાર ટુરિસ્ટો આકર્ષણોમાં કુશકો શહેરના આ વિચિત્ર ડાકણ બજારનો ઇજજ્તથી ઉલ્લેખ કરે છે. ડાકણ બજારમાં દુકાનદારો રંગબેરંગી કપડા પહેરીને સજજ હોય છે.

ગોળ ટોપીઓ પહેરીને કાઉન્ટર પર બેઠેલી અમૂક મહિલાઓ તો ડાકણ જેવા પહેરવેશમાં બેઠેલી જોવા મળે છે. જેમ આપણે ત્યાં ભૂવાઓ ઘઉંના દાણા પાટ પર પાથરીને ભાગ્યનું સારું નરસુ ભાખે છે તેવી જ રીતે આ ડાકણ બજારમાં પેરુના ભુવાઓ કોકોના બીજના આધારે નસીબ જણાવે છે. આ ઉપરાંત પેરુ અને ભારતની વચ્ચેની બીજી સમાનતા એ છે કે ધરતીને તેવો માતા તરીકે પુજે છે. 5 હજાર વર્ષ પહેલૈ દક્ષિણ  અમેરિકામાં અસ્તિત્વ ધરાવતી ઇન્કા સંસ્કૃતિનું પેરુમાં પણ જોવા મળતી હતી અને કુશ્કો તેનું પાટનગર શહેર હતું.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…