ટીંબલા પાસે ડમ્પરની સાઈડ કાપવા જતા સર્જાયો ભયંકર અકસ્માત, ઘટના સ્થળે જ થયું માતા-પુત્રનું મોત

120
Published on: 4:59 am, Wed, 28 April 21

હાલમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અકસ્માતની આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. પુરપાટ ઝડપે જતા ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત. અમરેલીના ટીંબલા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.

જેમાં બાઇક સવાર માતા-પુત્રને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું છે. અમરેલી તાલુકાના ટીંબલામા રહેતાે એક યુવક પેાતાની માતાને બાઇકમા બેસાડી જઇ રહ્યાે હતો. ત્યારે ગામના પાટીયા નજીક ડમ્પર ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા માતા પુત્રને ગંભીર ઇજા પહાેંચતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા.

જયાં બંનેનુ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના અમરેલીના ટીંબલા નજીક બની હતી. અહી રહેતા કનુભાઇ ભીખાભાઇ વાળા અને તેના માતા રાજબાઇબેન બંને પાેતાના મોટર સાયકલ પર ટીંબલા તરફ જઈ રહ્યાં હતા. આ દરમ્યાન સામેથી એક બોલોરો વાહન આવી રહ્યુ હતું તેની સાઇડ કાપવા જતા ડમ્પરના ચાલકે બાઇક સાથે અકસ્માત સર્જયો હતો.

અકસ્માત સર્જાતા રાજબાઇબેન અને કનુભાઇને ગંભીર ઇજા પહાેંચતા 108ની મદદથી સારવાર માટે અમરેલી સિવીલમા ખસેડાયા હતા. જયાં રાજબાઇબેનનુ માેત નિપજયું હતુ. જયારે કનુભાઇને વધુ સારવાર માટે રાજકાેટ દવાખાને રિફર કરાતા હતા ત્યારે તેમનુ પણ માેત નિપજયું હતુ.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…