સુરતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ રહે છે. આ વચ્ચે ઘણાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. તેવી જ એક ઘટના સુરતમાં ફરી સામે આવી છે. સુરતના વાલક પાટીયા પર આવેલી રેસ્ટોરન્ટથી ઘરે જતા માલિકની બાઈક ઓવરબ્રિજની રેલિંગ સાથે અથડાયાં બાદ વરાછા ઓવરબ્રિજ ઉપરથી નીચે પટકાયા હોવાની,
ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. એટલું જ નહીં પણ દસ દિવસ પહેલા બનેલી આવી જ એક ભયંકર દુર્ઘટનામાં વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. કાપોદ્ર પોલીસે સમગ્ર ઘટના જણાવતાં કહ્યું કે LH રોડ પર જોન ઓફીસની સામે આવેલા માનસી પેલેસમાં રહેતાં ભરતભાઈ વિરજીભાઇ લાખણકિયા વાલક પાટિયા ખાતે અન્નપૂર્ણા નામની રેસ્ટોરેન્ટ ચલાવે છે.
તા- 17 જાન્યુઆરીનાં રોજપોતાના રેસ્ટોરેન્ટથી ઘરે જતાં હતાં તે સમયે હીરાબાગ રોમન પોઇન્ટ કોમ્પ્લેક્સની સામે ઓવરબ્રિજ ઉપરથી પોતાની બાઇક લઇ પસાર થતી વખતે અચાનક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગૂમાવતા બાઇક ઓવરબ્રિજના સાઈટની રેલિંગ સાથે અથડાય ગઈ હતી.
View this post on Instagram
અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતભઈ લગભગ 80-100 ફૂટ બ્રિજ ઉપરથી નીચે પટકાતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ગુરુવારના રોજ રાત્રિએ ભરતભાઈનું મોત નીપજ્યું હતું.
આ અંગે કાપોદ્રા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરતભાઈને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર પરિલ છે. બંને પુત્રીઓના લગ્ન થઈ ગયા છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…