અક્સમાતના કિસ્સાઓ અવાર-નવાર બનતાં રહે છે. અકસ્માત થવાથી કેટલાંના તો જીવ જાય છે અને કેટલા લોકો પોતાના અમુક અંગો ખોઈ બેસે છે. ધંધૂકા-બગોદરા હાઇવે રોડ ઉપર આવેલા ખડોળ ગામના પાટિયા પાસે મંગળવારે વહેલી સવારના પાંચ વાગ્યાનાં સુમારે અમદાવાદ તરફથી આવી રહેલી ટ્રાવેલ્સના ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબૂ ગુમાવી દેતા બસ રોડ ઉપરથી ઉતરી ખાળિયામાં પલટી મારી ગઇ હતી.
અમદાવાદથી પ્રવાસીઓને લઇને ખાનગી બસ સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી. અકસ્માતને પગલે મુસાફરોની ચિચિયારીઓથી વાતાવરણ દ્રવી ઉઠયું હતું. આ બનાવની જાણ થતા જ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો બચાવ કામગીરીમાં જોડાયા હતા. આ બસમાં સવાર 56 મુસાફરો પૈકી 35 મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
તમામ ઇજાગ્રસ્તોને 6 જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે ધંધૂકાની હોસ્પિટલમાં ખસેડાયા, જેમાં 11 મુસાફરોની હાલત ગંભીર જણાતા તેઓને અમદાવાદ રિફર કરાયા હતા. જેથી તુરંત જ 6 જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધૂકાની હોસ્પિટલ ખસેડાયા હતા.
જેમાં 11 જેટલા મુસાફરોને ગંભીર લોહિયાળ ઇજાઓ પહોચતા ધંધૂકાની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર મળી ગયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય વિગત અનુસાર ખાનગી બસનાં મુસાફરો અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુ પ્રવાસ ઉપર જવા નીકળ્યા હતા.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…