વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે પાસે થયો ભયંકર અક્સમાત: કોરોના દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ ટ્રકમાં ઘુસતા 2ના કરુણ મોત

171
Published on: 7:37 am, Wed, 21 April 21

અકસ્માતના કિસ્સાઓ અવાર-નવાર બનતા રહે. દિન-પ્રતિદિન તો અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આજરોજ વિરમગામ માલવણ હાઈવે ઉપર કાંકરાવાડી-વડગામ વચ્ચે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે ભુજથી કોવિડના દર્દીને અમદાવાદ લઈ જતી ખાનગી એમ્બ્યુલન્સના ચાલકે ગફલતભરી હંકારી અકસ્માત સર્જ્યો હતો.

જેમાં એમ્બ્યુલન્સનો ડ્રાઈવર અને બાજુમાં બેેઠેલનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. વિરમગામ-ધ્રાંગધ્રા હાઈવે ઉપર અવારનવાર અકસ્માતોના બનાવો દિન-પ્રતિદિન વધી રહ્યા છે. ઉપરોક્ત બનાવની મળતી વિગતો મુજબ કચ્છ-ભુજથી કોવિડના દર્દીને લઈને એમ્બ્યુલન્સ અમદાવાદ જઈ રહી હતી.

ત્યારે આજરોજ સવારે 10 કલાક આસપાસ વિરમગામ માલવણ હાઈવે પર માલ ભરેલી રોડ ઉપર ઉભેલી ટ્રકની પાછળ એમ્બ્યુલન્સ ઘુસી જતા એમ્બ્યુન્સનો ડ્રાઈવર અને કમ્પાઉન્ડર શેહજાદ સમાનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું.

આ અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઈ ગયો હતો.  એમ્બ્યુલન્સમાં કોવિડના દર્દીને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા વિરમગામ ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…