લીંબડી-અમદાવાદ હાઈ-વે પર બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત- ઘટના સ્થળે જ થયા 2 લોકોના ‘કમકમાટી ભર્યા મોત’

298
Published on: 10:25 am, Tue, 21 September 21

જેમ-જેમ વાહનો વધતાં જાય છે તેમ અકસ્માતના કિસ્સાઓ પણ વધતાં જાય છે. રાજયમાં અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતાં રહે છે. ત્યારે આજે વહેલી સવારે લીંબડી હાઈવે પર કાનપરા પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.

માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈ-વે પર આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેરની અથડામણમાં 2 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે ઘાયલ લોકોને તાત્કાલિક સ્થાનિક લોકોની મદદથી લીંબડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

લીંબડી હાઈવે પર કાનપરા પાસે આ ગમખ્વાર અકસ્માત થયો છે. જ્યારે 2થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે લીંબડી હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાની માહિતી પોલીસને અપાતા પાણશિલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.

રાજ્યમાં કેટલાંક સમયથી રોડ અકસ્માતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. સ્થાનિક લોકોની મદદથી જાણવા મળી રહ્યું છે કે ખાનગી બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતી. તે સમયે ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાને પગલે હાઈવે પર જાક્કાજામ થયો હતો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…