સોશિયલ મીડિયા પર અજાણ્યાં લોકોની ફ્રેન્ડ રીક્વેસ્ટ સ્વીકારતી છોકરીઓ માટે લાલબતી સમાન કિસ્સો 

149
Published on: 6:18 am, Thu, 1 April 21

હાલ સોશિયલ મીડિયાનો ક્રેઝ યુવાનોમાં ખુબ જ વધી રહ્યો છે, જેમ જેમ ટેકનોલોજી વિકસિત થતી જાય છે તેમ-તેમ તેનો દુરપયોગ પણ વધતો જાય છે. ટેકનોલોજીના વિકાસની સાથે સાથે હવે લોકો પણ હાઇટેક બની રહ્યા છે. કોઈ એક તરફી પ્રેમમાં તો કોઈ સમાજિક બદલો લેવા માટે સોશિયલ મીડિયાને માધ્યમ બનાવે છે.

આવો એક બનાવ અમદાવાદ શહેરનાકૃષ્ણનગર વિસ્તારમાં જોવા મળ્યો છે. કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, ગત ઓકટોબર મહિનામાં તેના ઈન્સ્ટાગ્રામ આઇડી પર એક ફ્રેન્ડ રિકવેસ્ત આવી હતી. જે ફ્રેન્ડ રીકવેસ્ટ તેને સ્વીકારી હતી. જે બાદમાં આ આઇડીધારક વારંવાર મેસેજ કરીને યુવતીને વાત કરવા માટે કહેતો હતો.

યુવતીએ તેની સાથે વાત નહિ કરીને અનફોલો કર્યો. આમ કરતા આરોપીએ યુવતીને તેના ફોટો મોર્ફ કરીને વાયરલ કરવાની ધમકી આપી હતી. અને ગંદી ભાષામાં યુવતીને મેસેજ કરવા લાગ્યો હતો. જોકે આમ છતાં યુવતીએ તેની સાથે વાતચીત ના કરતા અંતે આરોપીએ યુવતી અને તેની પિતરાઈ બહેનના ફોટો લઇને મોર્ફ કરીને પોર્ન સાઇટ પર વાયરલ કરવાની ધમકી આપી હતી.

પોર્ન સાઇટ પરથી ફોટો લઇને તેને મોર્ફ કરીને યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મોકલવા લાગ્યો હતો. જે અંગે યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. હાલ આ બાબતે આગળ તપાસ ચાલુ છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…