આઈસ્ક્રીમ તો બધાનું ખુબ જ પ્રિય વસ્તુ છે, નાના-મોટા બધાને આઈસ્ક્રીમ ખુબ જ પસંદ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવાં આઈસ્ક્રીમ વિશે જણાવીશું કે તેની કિંમત જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમે મોંઘામાં મોંઘી કેટલા રૂપિયાની આઈસ્ક્રીમ ખાધી હશે?
100, 200, 300, 500 કે 1000 સુધીની પણ આજે અમે તમને એક એવી આઈસ્ક્રીમ વિશે જણાવીશું જેની કિંમત દુનિયામાં સૌથી મોંઘી છે. અને તેની કિંમત એક તોલા સોના કરતા પણ વધારે છે. તો જાણો આ આઈસ્ક્રીમ એવું તો શું છે કે જેથી તેની કિંમત આટલી મોંઘી છે. દુબઈમાં મળતી દુનિયાની સૌથી મોંઘી આઈસ્ક્રીમનું નામ બ્લેક ડાયમંડ છે.
તેના એક સ્કૂપની કિંમત 840 ડોલર એટલે કે 60 હજાર રૂપિયા છે. તેને દુબઈની સ્કૂપી કેફે બનાવે છે. આ સમયે 22 કેરેટ સોનાના એક તોલાની કિંમત 50 હજાર રૂપિયાથી ઓછી છે. આ આઈસ્ક્રીમની ખાસ વાત તેના ઈન્ગ્રીડિયન્ટ્સ છે. તેને ફ્રેશ વેનિલા બીન્સથી બનાવવામાં આવે છે.
અને તેમાં ઉચ્ચ ક્વોલિટીનું કેસર અને બ્લેક ટ્રફ્લ પણ નાખવામાં આવે છે અને તેને તમારી આંખો સામે જ બનાવવામાં આવે છે. એટલું જ નહીં આઈસ્ક્રીમને સર્વ કરવા માટે તેનું ગાર્નિશિંગ 23 કેરેટ સોનાથી કરવામાં આવે છે. તે ખાવા માટેનું સોનું હોય છે.
આ આઈસ્ક્રીમને સર્વ કરવાનો અંદાજ પણ અનોખો છે. આઈસ્ક્રીમ તો મોંઘી છે જ, પણ તેને સર્વ કરવા માટે આપવામાં આવતો કપ પણ તેટલો જ મોંઘો છે.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…