અંબાલાલ પટેલે ફરી એકવાર કરી માવઠાની આગાહી: કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના આ વિસ્તારોને ધમરોળશે વરસાદ 

1775
Published on: 5:30 am, Thu, 27 May 21

કોરોના હજુ તો તબાહી મચાવી રહ્યો છે. ત્યાં વાવાઝોડું અને વરસાદે પોતાની તબાહી ચાલુ કરી દીધી છે. ગુજરાતમાં ફરી વરસાદનું માવઠું આવાની આગાહી આવી ગઈ છે. રાજ્યમાં મે મહિનામાં સામાન્ય રીતે અંગ દઝાડતી ગરમી પડતી હોય છે પરંતુ આ વખતે વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તે સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યનાં અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગનાં જણાવ્યાં પ્રમાણે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત શુક્રવારે સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અમુક સ્થળોએ હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. મધ્ય પાકિસ્તાન અને તેને અડીને આવેલા પશ્ચિમ રાજસ્થાનમાં અત્યારે સાયકલોનિક સર્ક્યુલેશનની પરિસ્થિતિ છે.

જેનાં કારણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં હવામાનમં પલટો આવ્યો છે. આ પરિસ્થિતિને કારણે આજે એટલે ગુરૂવારે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ પ્રિ-મોન્સુન એક્ટિવિટી છે. જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે. તે સિવાય બાકીના રાજ્યના અન્ય ભાગો અને કચ્છમાં આગામી 24 કલાક સુધી વાતાવરણ સુક્કું રહેશે. ત્યારપછીના 3થી 4 દિવસ સુધી બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે.

આ ઉપરાંત શુક્રવારે રાજ્યના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની શક્યતા છે. ચાર-પાંચ દિવસ સુધી આવાં વાતાવરણ બાદ ગરમીમાં ફરી વધારો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…