સ્ટન્ટના ચકરમાં યુવક પુરપાટ ઝડપે જતી ટ્રેનમાં કરી રહ્યો છે એવી હરકત કે- વિડીઓ જોઈને તમારી આંખો પહોળી થઈ જશે

359
Published on: 11:32 am, Tue, 21 September 21

હાલ યુવાનો ફેમસ થવા માટે સોશિયલ મીડિયામાં એવાં-એવાં સ્ટંટ કરે છે કે આપડો જીવ અધર ચઢી જાય. તેમના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ જતા હોય છે. પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ જોખમ કારક પણ બને છે.

અને કેટલાક લોકોના જીવ પણ આવા સ્ટન્ટના કારણે જ ચાલ્યા જતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવક પુરપાટ ઝડપે દોડતી ટ્રેનમાંથી એવા એવા સ્ટન્ટ કરી રહ્યો છે જેને જોઈને કોઈનો પણ જીવ તાળવે ચોંટી જાય.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક યુવક ટ્રેનના દરવાજા ઉપર લાગેલા હેન્ડલને પકડીને લટકી જાય છે. આ દરમિયાન તે ઘણા કરતબ પણ દેખાડે છે.  તેને જોઈને એવું લાગે કે આ ભાઈ પાસે એક કરતા વધારે લાઈફ હશે અને એટલે જ તેને મરવાનો કોઈ ડર નથી.

તે પોતાના સ્ટન્ટ દરમિયાન ઘણી દિલ ધડક છલાંગ પણ લગાવે છે. જેને જોઈને એમ જ લાગે કે તેનો ગમે ત્યારે જીવ જઈ શકે છે. આ યુવકનો સ્ટન્ટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ યુવક ટ્રેનના દરવાજા ઉપર ઉભો રહીને ચાલુ ટ્રેનમાં રસ્તામાં આવતા થાંભલાને પણ કૂદી કૂદીને ટચ કરે છે અને પાછો દરવાજા આગળ આવીને ઉભો રહી જાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…