એક એવી અદ્ભુત બારી જ્યાં ભગવાન શ્રીકૃષ્ણ આપે છે સક્ષાત દર્શન, જાણો ‘ક્યાં આવેલી છે આ બારી’

296
Published on: 6:29 am, Thu, 15 April 21

આપણા દેશના દરેક ધાર્મિક સ્થળ સાથે એક રહસ્ય અને પૌરાણિક કથા જોડાયેલી હોઈ છે. આજે અમે તમને આવા એક મંદિરની જાણ અને તેની એક સચ્ચાઈ ની જાણ પણ કરાવિશું, જે માનવું તમારા માટે મુશ્કેલ બનશે. અહીંના લોકો પાસે વિશ્વાસ નામની એક અદ્ભુત શક્તિ હોય છે, જે તેમને બીજા થી અલગ બનાવે છે. પરંતુ તમારા મનમાં વિશ્વાસની શક્તિ છે, તેથી આજે તમે ચોક્કસપણે આ વાત ઉપર વિશ્વાસ કરશો. પુરાણિક પુરાણ અનુસાર હિન્દુ ધર્મના પાયાના ગ્રંથોમાં વિષ્ણુ ભગવાનના ત્રણ મુખ્ય સ્વરૂપોમાંથી એક છે.

પુરાણોમાં, ત્રિમૂર્તિ વિષ્ણુને વિશ્વ અથવા વિશ્વનો નિરીક્ષક કહેવામાં આવ્યો છે. બ્રહ્મા અને શિવ ત્રિમૂર્તિના અન્ય બે સ્વરૂપો માનવામાં આવે છે. જ્યારે બ્રહ્માજી વિશ્વના સર્જક માનવામાં આવે છે, જ્યારે શિવને વિનાશક માનવામાં આવે છે. કર્ણાટકના ઉદૂપી ગામમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણનું એક મંદિર છે, જે એક રહસ્ય બનેલ છે. લોકોની માન્યતા પ્રમાણે આ મંદિરમાં એક બારી એવી છે, જેનાથી જોડાયેલ પૌરાણિક કથા દરેકને વિચલિત કરે છે. માધવાચાર્યએ આ મંદિરની સ્થાપના જ્યારે કરી હતી, ત્યારે કનકદાસ નામનો શૂદ્ર તે મંદિરમાં દર્શન કરવા ગયો હતો,

પરંતુ શૂદ્ર હોવાને કારણે તેને મંદિરમાં પ્રવેશ મળી શક્યો નહીં અને તેમની વાતને પણ માધવાચાર્ય સુધી પહોંચડવામાં આવી નહીં.આ ઉડિપી ગામમાંથી જ ઢોસા વાનગી બનાવવાની કલા દુનિયાને મળી હતી. ઉડિપીમાં કનકદાસનું મંદિર છે. એવી લોકવાયકા છે કે પ્રાચીનકાળમાં કનકદાસ નામનો એક ભક્ત રહેતો હતો. તે સવર્ણ ન હોવાથી કૃષ્ણના મંદિરમાં પ્રવેશવાની તેને અનુમતિ નહોતી. આથી કનકદાસ મંદિરની પાછળ જઈને જાળીમાંથી કૃષ્ણ ભગવાનના દર્શન કરતા હતા. જ્યારે કનકદાસ મંદિર ના એક નાના કાણા માથી ભગવાન ના દર્શન કરવા લાગ્યા,

ત્યારે તેની ભક્તિ થી પ્રસન્ન થઈ ને ભગવાન શ્રીકૃષ્ણએ તેમને સાક્ષાત દર્શન આપ્યા. જે જગ્યા માથી તે ભગવાનના દર્શન કરતા હતા ત્યાં, શ્રી કૃષ્ણએ એક સુંદર બારી બનાવી દીધી, જેમાં નવ છિદ્રો અને નવ ગ્રહોનો ઉલ્લેખ કરેલ છે. કર્ણાટકમાં મેંગલોર અને મણિયાર શહેરની વચ્ચે ઉડિપિ નામનું ગામ આવેલું છે. એક દિવસ કનકદાસની ભક્તિથી પ્રસન્ન થઈ કૃષ્ણ ભગવાનની પ્રતિભા 180 ડિગ્રી ફરી ગઈ અને કનકદાસને સન્મુખ દર્શન આપ્યાં. આજે પણ એ જ સ્થિતિમાં અહીં કૃષ્ણની મૂર્તિ છે.

આ ઘટના બાદ આ કૃષ્ણ મંદિર કનકદાસ મંદિર તરીકે ઓળખાય છે.દરેક વ્યક્તિ આ બારીમાથી ભગવાનના દર્શન કરવા માટે આવે છે, આ મંદિરનું મહત્વ વિશ્વભરમાં એટલું બધુ વધારે છે કે શ્રી અબ્દુલ કલામ જેવા મોટી મોટી હસ્તીઓ આ મંદિરમાં આવી ચૂક્યા છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…