કાળા મીઠાના સેવનથી રાતોરાત દુર થઇ જાય છે અનેકવિધ રોગ- જાણો તેના ચમત્કારિક ફાયદા

259
Published on: 3:50 pm, Wed, 27 October 21

આપને જાણ ન હોય તો કહી દઈએ કે, કાળું મીઠું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે તેમજ એનું સેવન કરવાથી કેટલાય રોગ તેની જાતે જ સારા થઈ જાય છે. આ મીઠાની અંદર રહેલ તત્વ પેટ સંબંધિત બીમારીઓથી લઈને ત્વચાની પણ કેટલીક સમસ્યાને એકદમ દૂર કરે છે. સાથે જ આયુર્વેદિક ચૂર્ણ બનાવવામાં કાળા મીઠાનો ઉપયોગ કરાય છે. એમાં રહેલ લેક્સેટીવ ગુણ પેટ માટે ખૂબ જ ગુણકારક હોવાનુ મનાય છે.

કાળા મીઠાથી થતા ફાયદા:

કબજિયાતમાંથી છુટકારો:
કાળું મીઠું ખાવાથી કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. કબજિયાતની સિવાય અપચો, ગેસ, એસીડીટીની સમસ્યાને પણ થોડું કાળું મીઠું ખાઇને દૂર કરી શકાય છે કે, જે લોકોને આમાંથી કોઈપણ સમસ્યા હોય તેમને એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખીને પી લેવું જોઈએ.

પેટ ફૂલવાથી મળશે રાહત:
જમવાનું જમ્યા પછી કેટલાક લોકોનું પેટ ફૂલી જતું હોય છે. આ સમસ્યા થવા પર થોડું મીઠું ખાવું જોઈએ તેમજ કાળું મીઠું ખાવાથી ફુલેલુ પેટ યોગ્ય થઈ જાય છે તેમજ પેટના ભારેપણાથી પણ ખુબ આરામ મળે છે. સાથે જ જે કોઈ લોકો પોતાનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેમણે કાળા મીઠાનું સેવન જરૂરથી કરવું જોઈએ.

કાળું મીઠું ખાવાથી વજન પોતાની જાતે જ ઓછું થવા લાગશે. ખરેખર તો કાળા મીઠામાં સોડિયમની માત્રા ખુબ ઓછી જોવા મળે છે. સોડિયમ વજન વધારવામાં મુખ્ય કારણભૂત માનવામાં આવે છે જયારે ભોજનમાં સોડિયમ વધારે લેવાથી મોટાપો ખૂબ જ જલ્દી વધી શકે છે.

માંસપેશીઓમાં દુખાવો ન થાય:
માંસપેશીઓમાં જે કોઈ લોકોને દુખાવાની તકલીફ રહેતી હોય તેમને કાળા મીઠાનું સેવન કરવું જોઇએ. આની સાથે જ આ મીઠાનો શેક પણ લેવો જોઈએ. એક વાટકી મીઠાને ગરમ કરીને એક મોટા કાપડમાં બાંધો બાદમાં એને દુખાવા વાળી માંસપેશીઓ પર મુકવો આ ઉપાય કરવાથી દુખાવામાં રાહત મળે છે.

પગને આરામ આપે:
પગમાં દુખાવો અથવા તો થાક લાગવાથી એક ડોલમાં ગરમ પાણી લઈને એમાં એક વાટકી કાળું મીઠું નાખીને આ પાણીમાં તમારા પગને 15 મિનિટ સુધી રહેવા દેવાથી પગને આરામ મળશે તેમજ દુખાવો પણ દૂર થઈ જશે. સાથે-સાથે જ પગ તમારા યોગ્ય રીતે સાફ થઈ જશે અને ત્વચામાં નિખાર આવશે.

બાળકો માટે છે ઉત્તમ:
બાળકોને વધારે પડતું સફેદ મીઠું ખાવા માટે આપવું જોઈએ નહીં. કારણ કે, એમાં રહેલ સોડિયમની માત્રા ખુબ વધુ હોય છે આવા સમયમાં કાળા મીઠાને બાળકો માટે ખુબ ઉત્તમ હોવાનું મનાય છે. આ મીઠું બાળકોને આપવાથી તેમનો વિકાસ ખુબ સારી રીતે થાય છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…