શનિદેવના આ મંદિરમાં થાય છે એક અનોખો ચમત્કાર, જાણીને તમે પણ..!

214
Published on: 8:26 am, Thu, 27 May 21

આજે આપણે શનિદેવના એક મંદિરની વાત કરીશું. ભારત દેશ એક ધાર્મિક દેશ માનવામાં આવે છે. આ દેશમાં લોકો દેવી-દેવતાઓની ખુબ જ પૂજા-અર્ચના કરે છે. પરંતુ લોકો શનિને પનોતી પણ માને છે. તો આજે આપણે શનિદેવના એક ચમતકારી મંદિર વિશે વાત કરીએ. આપણાં દેશમાં શનિદેવના કેટલાયે મંદિર આવેલા છે.

તમામ મંદિરો સાથે અલગ અલગ માન્યતા જોડાયેલી છે. જ્યાં વર્ષમાં એકવાર થાય છે ચમત્કાર. કહેવાય છે કે આ મંદિર સમુદ્રી તળથી લગભગ 7000 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે. પૌરાણિક કથા અનુસાર ન્યાયના દેવતા શનિદેવ યમુનાજીને મળવા અહીં આવે છે. શનિદેવને કહેવામાં આવે છે યમુનાજીના ભાઈ.

આ પવિત્ર સ્થળ એટલે દેવભૂમિ ઉત્તરાખંડના ખરસાલીમાં આવેલ શનિધામ. કહેવાય છે કે અહીં દર્શન માત્રથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને શનિદેવના દર્શન કરે છે. ઈતિહાસકારોની માનીએ તો આ મંદિરનું નિર્માણ પાંડવોએ કરાવ્યુ હતુ.

આ મંદિર પાંચ માળનું છે જો કે બહારથી જોતા ખબર જ નથી પડતી કે આ મંદિર પાંચ માળનું છે. કહેવાય છે કે આ મંદિરમાં વર્ષમાં એકવાર ચમત્કાર થાય છે. સ્થાનીય લોકો અનુસાર દર વર્ષે કારતક પૂર્ણિમાના દિવસે મંદિર પર રાખવામાં આવેલ ઘડાઓ પોતાની જાતે જ બદલાઈ જાય છે. આ દિવસે જે પણ શનિ મંદિર આવે તેના તમામ કષ્ટો દૂર થાય છે.

આ મંદિરના નિર્માણમાં પથ્થરો અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં શનિદેવની કાંસ્યની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. આ મંદિરમાં એક અખંડ જ્યોત છે. જે પણ આ અખંડ જ્યોતના દર્શન કરે છે તેના તમામ દુખો દૂર થાય છે અને શનિદોષથી મુક્તિ મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…