દેશનું એવું મંદિર જ્યાં મનોકામના પૂર્ણ થતાં ચઢાવવામાં આવે છે લાકડાંનો ‘પેનિસ’- જાણો તેના રહસ્ય વિશે

1619
Published on: 1:37 pm, Wed, 22 September 21

ઘણાં ધાર્મિક મંદિરોમાં તમે દર્શન કરવા માટે ગયાં હશો. અને મનોકામના પૂર્ણ કરવા માટે દેવી-દેવતાને ચઢાવો ચડાવતા હશો. વિશ્વનું એક એવું રહસ્યમય મંદિર કે, ત્યાંની માન્યતાઓનું રહસ્ય સાંભળીને તમે ખુદ પણ ચકિત થઈ જશો. કારણ કે, ત્યાં માનતાઓ તો થાય છે, પરંતુ અલગ પ્રકારની. જોકે આ અગલ પ્રકારનું મંદિર આપણા દેશમાં નહીં પરંતુ વિદેશમાં આવેલું છે.

કારણ કે, મંદિરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખુણે છે. કારણ કે, વિશ્વના દરેક ખુણે ભારતીયનો દબદબો છે. પરંતુ વિશ્વમાં કેટલાક એવા પણ મંદિરો છે જ્યાંના રિતી-રિવાજો અને માન્યતાઓ પણ અલગ છે. પરંતુ વિશ્વનું એક એવું મદિર કે જ્યાં માનતાઓમાં ન કોઈ ફૂલ હાર કે, આભૂષણ માનવામાં આવે છે.

પરંતુ આ અનોખા મંદિરમાં પુરુષનું લિંગ ચઢાવવામાં આવે છે. જોકે આ મંદિર ભારતમાં નથીં પરંતુ થાઈલેન્ડમાં આવેલું છે. આ મંદિર ખલોંગ સ્યાન નદીના કિનારે બેંગકોકમાં આવેલું છે. ચાઓ માઇને પ્રજનન શક્તિની દેવી માનવામાં આવે છે અને અર્પણ તરીકે નાના અને મોટા લાકડાના લિંગો અર્પણ કરીને તેની પૂજા કરવામાં આવે છે. લોકો માને છે કે આ દેવીને પ્રસન્ન કરે છે, અને પ્રજનનનું વરદાન આપે છે.

ચાઓ માઇને બુદ્ધ પૂર્વેના સમયની વૃક્ષ-દેવી માનવામાં આવે છે. આ મંદિરમાં, પૂર્વ એશિયાના દેશો અને સમગ્ર થાઇલેન્ડમાંથી મહિલાઓ આવે છે અને પ્રજનનનું વરદાન માંગવા અર્પણ કરે છે.સિંધુ ખીણ સંસ્કૃતિમાં પણ લિંગ અને યોની પૂજાના પુરાવા મળ્યા છે અને આ મંદિર પણ સમાન માનવ પ્રાચીનતા દર્શાવવાનું ઉદાહરણ છે.

આ મંદિરમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ છે, આ મંદિરમાં માત્ર મહિલાઓ જ જઇ શકે છે. આ મંદિરની ખાસિયત એ છે કે, અહીં લિંગ અર્પણ કરવાથી સંતાન પ્રાપ્તી થાય છે. અત્યાર સુધીમાં હજારો લોકો આ માતાજીની માનતા પણ રાખી ચૂક્યા છે. તો ઘણા લોકો પોતાના ઘરે સંતાનનો જન્મ થયાનું પણ જણાવી રહ્યા છે. સ્થાનિક લોકોના મતે એક નાઈ લર્ટ નામના વ્યક્તિએ પોતાની ધારણાઓ અને માન્યતાઓને લઈને આ મંદિર બનાવ્યું હતું.

તેમના મતે અહીં પવિત્ર આત્માઓ વશે છે. જે લોકોના દુખને દૂર કરે છે. અહીં દૂર-દૂરથી લોકો સુગંધીત ફૂલો ઉગાડવા માટે આવે છે. સાથે જ હજારો લોકો સંતાન પ્રાપ્તીની માનતા લઈને આવે છે. માન્યતા પ્રમાણે એવું કહેવાય છે કે, એક સ્થાનિક મહિલાને સંતાન પ્રાપ્તીને લઈને ખુબ મુશ્કેલીઓ વેઠવી પડતી હતી. છતાં તેને કોઈ સંતાન પ્રાપ્ત ન થયું. જે બાદ તેણે આ જગ્યા પર એક લાકડાનો લિંગ ભેટ કર્યો. અને માતાજીની માનતા રાખી. ત્યારબાદ તેને સંતાનની પ્રાપ્તિ થઈ હતી.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…