દેશનું એક એવું મંદિર જ્યાં હનુમાનજી બિરાજે છે પોતાની પત્ની સાથે, એક જ ક્લિકથી કરો દર્શન

425
Published on: 3:48 pm, Fri, 21 May 21

અત્યાર સુધીમાં જોયેલા તમામ મંદિરોમાં તમે હનુમાનજીની એકમાત્ર મૂર્તિ જોઈ હશે, ભગવાન હનુમાન ભગવાન રામના મહાન ભક્ત માનવામાં આવે છે. તે સાબિત કરવા માટે કે તેમના હૃદયમાં ફક્ત તેમના ભગવાન શ્રી રામ અને માતા સીતા છે, તેમણે તેમની છાતી ચીરી નાખી હતી. જો કે તમે આ બધી બાબતોને પહેલેથી જ જાણતા હશો, પરંતુ શું તમે જાણો છો કે અપરિણીત અને બ્રહ્મચારી ગણાતા બજરંગ બાલીના લગ્ન પણ ખરેખર થયા હતા. એવુ કહેવાય છે કે હનુમાનજીની પૂજા પૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે તો તે પોતાના ભક્તોની પરેશાનીઓ અને બધા સંકટથી રક્ષા કરે છે.

હનુમાનજીને અંજની પુત્ર, બજરંગ બાલી તરીકે પણ ઓળખવામાં આવે છે.હનુમાનજીની પૂજા કરવાથી બધા પાપ નાશ થાય છે અને બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કલયુગમાં પણ હનુમાનજી પૃથ્વી પર વસે છે. પરંતુ તેલંગાણાના ખમ્મા જિલ્લામાં હૈદરાબાદથી લગભગ 200 કિલોમીટરના અંતરે એકમાત્ર  એવું મંદિર છે. જ્યાં પત્ની સુવર્ચલા સાથે હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને ભક્તો તેમની પૂજા ભક્તિભાવથી કરે છે એવું માનવામાં આવે છે કે આ મંદિરની મુલાકાત લેતા દરેક પરિણીત દંપતીની દરેક વૈવાહિક સમસ્યા ફર થાઈ છે.

હનુમાનજીનું એક પ્રાચીન મંદિર છે ત્યા જોવા મળશે જ્યાં હનુમાનજી તેમની પત્ની સાથે ભક્તોને દર્શન આપે છે આ મંદિર એ વાતનું સબુત છે કે આ મંદિરની અંદર હનુમાનજીના લગ્ન થયા હતા મિત્રો અહિયા દંપતી હનુમાનજીનો આશીર્વાદ મેળવવા માટે આવે છે. હનુમાન જીની કૃપાથી વિવાહિત જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે. મહાબલી હનુમાનજી બધા દેવતાઓમા સૌથી શક્તિશાળી દેવતા માનવામા આવે છે આપણે સૌ જાણીએ છે કે હનુમાનજી બાળભ્રમચારી હતા.

પૌરાણિક કથાઓ ની રીતે જોઇએ તો તેમા એવુ જણાવવામા આવ્યુ છે કે હનુમાનજી ભલે બાળભ્રમચારી હતા પરંતુ તેમનુ લગ્ન થયુ હતુ અને તે પણ બધાજ રિતિરિવાજોની સાથે લગ્ન થયુ હતુ. આટલુ જ નહી પરંતુ હનુમાનજી નો એક પુત્રના પિતા પણ હતા પરંતુ તેમના લગ્ન અને પુત્ર પ્રાપ્તિના કોઇપણ સબંધ બતાવવામા આવ્યા નથી. તો ચાલો હવે અમે તમને જણાવીએ કે તેમણે કેવી રીતે લગ્ન કર્યા હતા અને બજરંગ બાલીને લગ્ન કર્યા પછી પણ બ્રહ્મચારી કેમ માનવામાં આવે છે.

પ્રાચીન ગ્રંથો અનુસાર ભગવાન સૂર્યદેવ પાસે 8 વિદ્યાઓ હતી અને બજરંગ બલી તમામ વિદ્યાઓ શીખવા માંગતા હતા. સૂર્યદેવે હનુમાનને 5 વિદ્યાઓ શીખવી, પરંતુ બાકીની વિદ્યાઓ  માટે તેમના લગ્ન કરવાં જરૂરી હતા. ખરેખર જે 3 વિદ્યાઓ બાકી હતી તે ફક્ત પરણીત શિષ્યોને જ આપી શકાય તેમ હતી. હવે આ મોટી સમસ્યા ઉભી થઈ કારણ કે બજરંગ બલી બ્રહ્મચારી હતા, પણ તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે તે તમામ વિદ્યાઓ શીખશે. સૂર્યદેવે હનુમાનજીને લગ્ન કરવાનું કહ્યું, પરંતુ હનુમાનજી પોતાનું બ્રહ્મચર્ય ગુમાવવા માંગતા નહોતા.સૂર્યદેવે તેને ફરીથી સમજાવ્યું કે લગ્ન કર્યા વિના તે બાકીના ઉપદેશો કદી નહીં શીખી શકે. આ જાણ્યા પછી હનુમાનજી લગ્ન કરવા સમંત થઈ ગયા.

સૂર્યદેવે તેની પુત્રી સુવર્ચલા નો લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. સુવર્ચલા ખૂબ જ મોટા સંન્યાસી હતા અને ધ્યાનમાં લીન રહેતા, તેથી તેમણે ખાતરી આપી કે લગ્ન પછી પણ બજરંગ બાલી બ્રહ્મચારી રહેશે. સૂર્યદેવે કહ્યું કે સુવર્ચલા સાથે લગ્ન કર્યા પછી પણ હનુમાનજી બ્રહ્મચારી રહી શકેશે. કેમ કે લગ્ન પછી તરત જ સુવર્ચલા તપશ્ચર્યામાં લીન થઈ જાશે.આ પછી હનુમાનજીએ સુવર્ચલા સાથે લગ્ન કર્યા અને બાકીના ઉપદેશોનું જ્ઞાન લીધું.

લગ્ન પછી તરત જ સુવર્ચલા ફરી તપસ્યામાં લિન થઈ ગયા. આ કારણોસર, લગ્ન કર્યા પછી પણ હનુમાનજી હંમેશાં અપરિણીત અને બ્રહ્મચારી કહેવાયા છે. જો કે હનુમાનજીની પત્નીનો ક્યારેય ઉલ્લેખ નથી થતો અને ભારતમાં એક જ મંદિર છે જ્યાં તેમની પત્ની સાથે તેમની પૂજા કરવામાં આવે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…