સુરતમાં રાત્રે સૂતેલા પરિવાર પર મકાનનો સ્લેબ પડતા થયા એટલા મોત, જાણો સમગ્ર ઘટના એક ક્લિક પર

418
Published on: 4:38 am, Fri, 23 April 21

કોરોનાકાળ થી તો લોકો મૃત્યુ પામે જ છે પરંતુ આ મહામારી વચ્ચે બીજી ઘણી દુર્ઘટનાઓ બને છે, સુરત શહેરના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી. આ ઘટનામાં એક કોલોનીમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતા બે માસુમ બાળકો નીચે દબાઈ ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરી હતી.

બંને બાળકોને કાટમાળથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. જોકે માતા-પિતા આ દુર્ઘટનામાં આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉધનામાં અંબર કોલોનીના ગુરુવારે મોડીરાત્રે એક મકાનનો સ્લેબ તૂટી પડતા નૈતિક અને નિધિ ગોલીવાડ નામના બે માસુમ બાળકોએ જીવ ગુમાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.

ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતા બાળકોને મૃત જાહેર કરાયા હતા. ઉધના પોલીસે હવે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે.

જ્યા લોકોએ જ બન્ને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. એટલું જ નહીં પણ સ્લેબ નિંદ્રાવાન બાળકો પર પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબ ને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચે પહેલાં પાડોશીઓએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ ગયા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…