સુરતમાં પુરપાટ ઝડપે જતી બાઈક અને ટ્રક વચ્ચે થયો ગંભીર અકસ્માત, બાઈક 50 ફૂટ સુધી ઢસડતા ઘટના સ્થળે જ યુવાનનું મોત

176
Published on: 5:32 am, Mon, 3 May 21

અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતા રહે છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં પૂરપાટ ઝડપે જતી બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જ્યારે અકસ્માતમાં બાઈક 50 ફૂટ સુધી ઢસડાઈ હતી. યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 18 વર્ષીય યુવાન રફીક રહીમ ગુલઝાર પોતાની બાઈક પર જઈ રહ્યો હતો તે સમયે ઘર નજીક આ યુવાનનો ટ્રક સાથે અકસ્માત થયો હતો.

જેને લઈને તેને ગંભીર ઇજા થઈ હતી. આ અકસ્માતને લઈને યુવાનનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું હતું. આ મામલે નજીકના સીસીટીવી જોતા યુવાનના અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. હાલમાં યુવાનના મોત મામલે પોલીસે સીસીટીવીના આધારે ગુનો દાખલ કરી ટ્રક ચાલકને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. સુરતમાં સતત અકસ્માત ની ઘટના બની રહી છે,

ત્યારે રસ્તા પર બેફામ ગતિએ દોડતી બાઇક અથવા ભારે વાહનોને કારણે અનેક વાર અકસ્માત થતા લોકોના કમોતે મોત થતા હોય છે. આ અકસ્માત કોની સાથે થયો તે સ્થાનિક લોકો જોઈ શક્યા નહી હોવાને લઈને ઘટનાની જાણકારી સ્થાનિકોએ પોલીસને આપતા ડિંડોલી પોલીસે તાત્કાલિક બનાવ સ્થળ પર દોડી આવી હતી.

જોકે ટ્રક ચાલકે યુ-ટર્ન લેતા સમયે ધ્યાન નહીં રાખતા આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત એટલો ગંભીર હતો કે, યુવાનનું બાઈક લગભગ 50 ફૂટ દૂર સુધી ઢસડાયું હતું. જ્યારે યુવાન ટક્કર થતાની સાથે ફંગોળાઈ ડિવાઈડરે ભટકાયો હોવાનું સીસીટીવીમાં નજરે પડે છે.

અને નજીકના સીસીટીવી ચેક કરતા આ બાઈક સવાર યુવાનનો ટ્રક સાથે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સીસીટીવીના આધારે આ મામલે ગુનો દાખલ કરી અજાણ્યા ટ્રક ચાલકને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક યુવાન પણ પોતાની બાઈક બેફામ ગતિએ ચલાવતો સીસીટીવીમાં નજરે પડે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…