ચાંદીની એક વીંટી બદલી શકે છે તમારું ભાગ્ય, એકવાર જરૂરથી વાંચો આ લેખ

208
Published on: 11:56 am, Sun, 17 October 21

શાસ્ત્રો કહેવાયું છે કે ચાંદી જ્યાં હોય છે ત્યાં વૈભવ અને સંપન્નતા આવે છે. ચંદ્ર અને શુક્રના શુભ ફળ માટે ચાંદીનો પ્રયોગ કરવો જોઈએ. ઘરમાં કોઈપણ રૂપે ચાંદી રાખવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ચાંદીનો સંબંધ શુક્ર અને ચંદ્ર સાથે જોડાયેલી ધાતુ છે.

તેથી માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરનારનો શુક્ર મજબૂત થાય છે અને તેના કારણે સુખ-સમૃદ્ધિ વધે છે. ચાંદી ભગવાન શિવના નેત્રમાંથી ઉત્પન્ન થઈ હોવાની માન્યતા છે. તો જો કોઈ વ્યક્તિ ચાંદીનો પ્રયોગ કરે તો તેને ધારી સફળતા મળી શકે છે. તો જાણી લો કેવી રીતે ચાંદી ચમત્કાર કરી શકે છે.

બજારમાંથી એક ચાંદીની વીંટી ખરીદી લાવવી. આ વીંટીને ગુરુવારે રાત્રે પાણી ભરેલી એક વાટકીમાં રાખી દેવી. બીજા દિવસે એટલે શુક્રવારે તેને ભગવાન વિષ્ણુના ચરણોમાં રાખી દેવી અને વિધિ-વિધાનથી તેમની પૂજા કરવી. આ વીટીં ધારણ કરનારની સુંદરતા વધે છે

અને સંબંધોમાં મધુરતા આવે છે. આ ઉપરાંત મન શાંત થાય છે અને ક્રોધ પર પણ કાબૂ આવે છે અને માનસિક ક્ષમતા વધે છે.

પૂજા કર્યા પછી વીંટી પર ચંદન લગાવવું અને ધૂપ કરવો. આ વીંટી અભિમંત્રિત કરવી અને પછી તેને જમણા હાથની કનિષ્ઠામાં આંગળીમાં પહેરી લેવી. આ વીંટી ધારણ કર્યા પછી તમને ચમત્કારનો અનુભવ થવા લાગશે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…