ગુજરાતીઓ રસ્તા પર ચેતજો! ગુજરાતમાં સક્રિય થયેલી નવી ગેંગ મચાવી રહી છે આતંક

672
Published on: 1:43 pm, Sat, 4 December 21

રસ્તા વચ્ચે કોઈ ઈશારો કરે અથવા બોલાવે તો ભૂલથી ઊભા રહેવાની ભૂલ કરશો નહીં. ક્યાંક એવું ન થાય કે અજાણ્યાની વાતમાં આવીને તમે તમારો કીમતી સામાન ગુમાવી ન દો, કેમ કે અમદાવાદ શહેરમાં આવી જ એક ગેંગ હાલ સક્રિય થઈ છે.

દેવેન્દ્ર અસારવા ખાતે લાઇન્સ નામથી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. દેવેન્દ્ર ગઈ કાલે નરોડા ખાતે આવેલ મેવાડ પાર્ટી પ્લોટમાં જવા માથે ઠક્કરનગરથી કૃષ્ણનગર તરફ જવાના રસ્તાથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન બે ગઠિયા તેમને ઇશારો કરતા હતા. તેમ છતાં દેવેન્દ્રએ તેમના તરફ કોઈ ધ્યાન આપ્યું ન હતું. ગઠિયાઓએ સતત તેમને ઈશારો કરતાં તેમણે રસ્તામાં કાર ઊભી રાખી હતી. ગઠિયા તમને કારમાંથી ઓઇલ ટપકે છે,

તેવો ઇશારો કરે કે કોઈ પણ રાહદારી અથવા વાહનચાલક આમ કહે તો ચેતી જજો, કારણ કે તમારી નજર ચૂકવીને તેઓ કારમાં પડેલી કીમતી ચીજવસ્તુઓની ચોરી કરી લે છે. ઓઇલ ટપકે છે તેવો ઇશારો થાય તે પહેલાં કારના કાચ બંધ કરી દેજો. ત્યાર બાદ કારમાંથી નીચે ઊતરજો.

દેવેન્દ્રએ કારનો કાચ ખોલ્યો ત્યારે ગઠિયાઓએ કહ્યું કે તમારી કારમાં આગ લાગેલી છે. આમ કહેતાં દેવેન્દ્ર કંઇક વિચારે તે પહેલાં જ તેઑ કારમાંથી ઊતરી ગયા અને કાર જોવા લાગ્યા, પરંતુ ક્યાંય પણ આગ લાગી ન હતી, પરંતુ કારનું બોનેટ ખોલીને જોતાં ઓઇલ ટપકતું હતું. દેવેન્દ્ર કારમાં ચેક કરતા હતા તે દરમિયાન એક ગઠિયો કારમાં મૂકેલ બેગ લઇને ફરાર થઇ ગયો હતો.

દેવેન્દ્રની બેગમાં 36 હજાર રોકડા અને તેની સાથે તેમના અન્ય દસ્તાવેજ પણ ચોરી ગયા, જેથી દેવેન્દ્રએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આંગડિયા પેઢીની ઓફિસ કે પછી બેન્કથી રૂપિયા લઇને કારમાં જતા હો તો સીધા જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જજો. જો કોઇ યુવકો કારને રોકી તમારી સાથે બબાલ કરવાની કોશિશ કરે તો કારના કાચ બંધ કરીને નીચે ઊતરજો અને કારને સેન્ટ્રલ લોક કરી દેજો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…