જોત-જોતામાં તાશનાં પતાની જેમ હવામાં ઉડવા લાગ્યા કારખાનાંનાં પતરાં- જુઓ વિડીયો

567
Published on: 12:23 pm, Thu, 30 September 21

હાલમાં જયારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતમાં ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગત રાત્રીથી જ રાજકોટ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જેતપુરમાં બપોર પછી હવામાનમાં વાવાઝોડાની અસર જોવા મળી હતી.

ઊંચા આકાશમાંથી ચક્રવાત જમીન સાથે સરકતું જોવા મળ્યું હતું. ચક્રવાતના ભારે પવનને લીધે જેતપુરમાં 30થી 40 જેટલા સાડીનાં કારખાનાંનાં પતરા તાજનાં પત્તાંની જેમ હવામાં ઊડતાં જોવા મળ્યા હતાં. જેના લાઇવ દૃશ્યો સ્થાનિક લોકો દ્વારા મોબાઇલમાં કેદ કરવામાં આવ્યા હતા.

જો કે, વીડિયો ઉતારનાર વ્યક્તિ પણ આ ચક્રવાતથી ગભરાયો હોય એવું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે ત્યારે પતરાં વાગવાથી 3 જેટલા કારીગરને ગંભીર રીતે ઇજા પણ પહોંચી હતી. ગુલાબ વાવાઝોડાની અસરને લઈ સૌરાષ્ટ્રમાં ભારેથી લઈને અતિભારે વરસાદ પડી રહ્યો છે.

જેતપુરમાં આવેલ રબારીકા રોડ તથા દાતાર તકિયા વિસ્તારમાં ચક્રવાત જોવા મળ્યું હતું. આ વીડિયોમાં જોવા મળતી વિગત પ્રમાણે આ ચક્રવાતની તાકાત એટલી હતી કે, સાડીના કારખાનાના પતરા કાગળની જેમ વમળમાં સાથે ફરી રહ્યાં હતા. થોડીવાર બાદ શાંત પડતા આ પતરા દૂર-દૂર સુધી ફેકાતા નજરે જોવા મળ્યા હતા.

સાડીનાં કારખાનાંને થયું મોટું નુકસાન:
ચક્રવાતને લીધે સાડીના 30થી 40 જેટલા કારખાનાંમાં મોટુ નુકસાન થવા પામ્યું છે. કારખાનાંનાં પતરાં તૂટી જતાં નુકસાન પહોંચ્યું છે ત્યારે ચક્રવાતના વમળમાં આવેલ તમામ ચીજવસ્તુઓ સીધી હવામા ઊડતી જોવા મળી હતી. રાજ્યમાં ગુલાબ વાવાઝોડાની અસરથી કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

પતરાં ઊડી જતાં કારખાનાં ખુલ્લાં થઈ ગયાં:
વરસાદની સાથોસાથ ગુલાબ વાવાઝોડામાં પણ પવન ફૂંકાવાની આગાહી થઈ હતી. જેમાં ગઈકાલે બપોરના સમયે શહેરના રબારીકા રોડ પર વિદેશમાં જોવા મળતા વંટોળીયો સર્જાયો હતો. જેને લીધે આ વિસ્તારનાં પાદરીયા, આતા તથા સોમનાથ ઉદ્યોગનગરમાં કારખાનાઓની છતના પતારા હવામાં કાગળની જેમ ઉડતા હોય તે રીતે આકાશમાં જોવા મળ્યા હતાં.

પતરા ઉડીને નીચે પડતા 3 કારીગરોને માથાના ભાગે ગંભીર ઇજા પણ પહોંચી હતી. કારખાનાના પતરા ઉડતાં કારખાનાઓ ખુલ્લા થઈ ગયા હતા તેમજ અતિભારે વરસાદ પણ વરસતા કારખાનાનો મુદ્દામાલ પણ પલળી ગયો હતો. જેને લીધે કારખાનેદારોને નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો.