સુરતનાં કીમ પાસે ધુમ્મસનાં કારણે SRP જવાનોથી ભરેલી બસને નડ્યો ગોઝારો અકસ્માત- ઘટના સ્થળે જ 17 સૈનિકો…

82
Published on: 2:18 pm, Wed, 2 February 22

સુરતમાં અકસ્માતનાં કિસ્સાઓ ખુબ જોવા મળે છે. આ ગુલાબી ઠંડી વધતા ગાઢ ધુમ્મસના કારણે અકસ્માતનાં કિસ્સાઓ ખુબ જ વધી રહ્યાં છે. આજના સમાચારમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આવેલ કીમ ચાર રસ્તાના સિયાલજ પાટિયા પાસે SRP જવાનોથી બરેલી બસને નડ્યો એક ગોઝારો અકસ્માત.

મળતી માહિતી અનુસાર કીમ ચાર રસ્તાના સિયાલજ પાટિયા પાસે એસ. આર. પી. જવાનોને લઇ જઈ રહેલી બસને ટ્રક સાથે અકસ્માત નડ્તાં તંત્ર દોડતું થઈ ગયા છે. ઊભેલા ટ્રક પાછળ એસ. આર. પી. જવાનોની બસ અથડાતાં અકસ્માત સર્જાયો હતો.

ધુમ્મસને કારણે અકસ્માત
અકસ્માતમાં 17 જેટલા જવાનો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં ચારની હાલત ગંભીર જણાવવામાં આવી છે. આજે વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી. વડોદરા SRP કેમ્પથી 27 જેટલા જવાનોને લઇ સુરતના ઉધના જઈ રહ્યા હતા. SRP જવાનોની બસના ચાલકે રોડ ઉપર ઉભેલી ટ્રક સાથે પાછળથી બસ અથડાવી દેતા જોરદાર અકસ્માત સર્જાયો હતો.

વધુ પડતા ધુમ્મસના કારણે અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી હતી. બસમાં સવાર 27 પેકીના 4 જવાનોને ગંભીર ઈજાઓ થઇ હતી. જયારે 13 જવાનોને સામાન્ય નાની-મોટી ઈજાઓ થઇ હતી. તમામ ઈજાગ્રસ્તોને કીમ ચાર રસ્તા ખાતે આવેલી ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…