મહાભારત અને રામાયણ બધા લોકોંએ જોઈય જ હશે, પરંતુ અમુક ભાગ એવા મહાભારતના જે આપણે જાણતા નથી તો આજે અમે તમને માતા કુંતીના એક વરદાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. મહાભારત સાથે જોડાયેલી તમામ ઘટનાઓ બધા જાણતા જ હશો. આજે અમે પણ તમને મહાભારત સાથે જોડાયેલી એક ઘટના લઈને આવ્યા છીએ. આ પ્રસંગમાં તે ઘટનારક્રમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જ્યારે કુંતી ભગવાન શ્રીકૃષ્ણ પાસે દુ:ખ ભોગવવાનું વરદાન માંગે છે, જી હાં. એવું કહેવાય છે કે કૃષ્ણજી કુંતી પાસે જઈને કહી રહ્યા હતા કે, તમે (બુઆ) મારી પાસે કોઈ વરદાન માંગી લો. ત્યારે કુંતીએ કહ્યું કે, જો તમે મને વરદાન આપવા માંગતા હોવ તો મને દુ:ખ ભોગવવાનું વરદાન આપો.
કુંતીના આ જવાબથી ભગવાન શ્રીકૃષ્ણને ઘણું આશ્ચર્ય થયું હતું અને તેમણે કુંતીને તેનું કારણ પૂછ્યું હતું. આ પ્રસંગ પ્રમાણે, કુંતીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે, હું હંમેશાં તમારો સાથ ઈચ્છું છું. હું ઈચ્છું છું કે હંમશાં તમારી કૃપા મારા ઉપર બનેલી રહે. એવામાં હું જ્યારે પણ દુખી રહીશ, ત્યારે તમને યાદ કરીશ.
બીજી બાજુ માણસનો સ્વભાવ એવો હોય છે કે જ્યારે પણ દુખ પડે છે, ત્યારે તે ભગવાનને યાદ કરે છે. જ્યારે માણસ ખુશ હોય છે કે ત્યારે ભગવાનને બિલકુલ યાદ કરતો નથી. એવું કહેવાય છે કે, કુંતીના મુખે આ સાંભળીને શ્રીકૃષ્ણજી ઘણા પ્રભાવિત થયા હતા,
અને આ સાંભળીને ખબર પડી કે કુંતી તેમણે કેટલો પ્રેમ કરે છે. એવું કહેવાય છે કે શ્રીકૃષ્ણએ કુંતીને સદા રક્ષા કરવાનું વચન આપ્યું હતું. આ પ્રસંગથી શીખ મળે છે કે આપણે સુખમાં પણ ભગવાનને યાદ કરતા રહેવું જોઈએ.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…