કોરોના કાળમાં બાંધવામાં આવતા માસ્કને લઈને થયો મોટો ખુલાસો, સાવધાન નહીંતર

230
Published on: 9:53 am, Thu, 22 April 21

દુનિયાભરના દેશોની સરકારો અને ખુદ WHO પણ કોરોના વાયરસથી બચવા મોઢા પર માસ્ક ફરજીયત લગાવવાની સૂચના આપી રહ્યું છે પણ હવે માસ્કને લઈને ગંભીર બાબત સામે આવી છે. આ કોરોના મહામારીથી બચવા માટે બાંધવામાં આવતા માસ્ક અને હેંડ સેનેટાઈઝર લોકો માટે હાથવગુ હથિયાર બન્યું છે. તાજેતરમાં હાથ ધરવામાં આવેલા સંશોધન પ્રમાણે કોરોના વાયરસના કિટાણુથી બચવા ચહેરા પર જે માસ્ક લગાવવામાં આવે છે

તેમાં પણ અઠવાડીયા સુધી કોરોના જીવતો રહે છે. તેવી જ રીતે સ્ટીલ ધાતુ અને પ્લાસ્ટિકમાં પણ અનેક દિવસો સુધી જીવતો રહી કોરોનો સંક્રમણ ફેલાવી શકે છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે, કોરોના વાયરસ સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિકની પરત પર ચાર દિવસ સુધી ચોંટી રહે છે.

તેવી જ રીતે ચહેરા પર લગાવવામાં આવતા માસ્કના બહારના ભાગમાં તે અઠવાડીયા સુધી જીવતો રહે છે. આમ માસ્કને લઈને પણ લોકોએ ગંભીર સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. સંશોધનમાં આ વાત સામે આવી છે કે, હોંગકોંગ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે,

આ વાયરસ ઘરમાં ઉપયોગમાં લેવાતા કિટાણુનાશકો, બ્લીચ અથવા સાબૂ તથા પાણીથી વારંવાર હાથ ધોવાથી મરી જાય છે. જેમાં જણાઈ આવ્યું છે કે, ટિશ્યૂ પેપર પર ત્રણ કલાક, લાકડા અને કપડા પર આખો દિવસ સુધી કોરોના વાયરસ જીવતો રહી શકે છે. કાચ પર આ વાયરસ ચાર દિવસ સુધી જીવતો રહે છે. જ્યારે સ્ટેનલેસ સ્ટીલ અને પ્લાસ્ટિક પર ચારથી 7 દિવસ સુધી જીવતો રહે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…