1 વર્ષની બાળકીએ આપ્યો એક ‘ભ્રુણને જન્મ’, સમગ્ર ઘટના જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

725
Published on: 5:04 am, Sat, 26 June 21

આ સમાચાર સાંભળીને, તમારે પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તમે ક્યારેય બાળકની ગર્ભાવસ્થા વિશે સાંભળ્યું છે?રાંચીમાં એક વર્ષની બાળકીના પેટમાંથી ભ્રૂણ મળવાનો દુર્લભ કિસ્સો સામે આવ્યો છે. આ બાળકી ગિરિડીહની છે જેને લઇ તેના માતા-પિતા ટાટીસિલવેમાં આવેલ ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતા.

આ કિસ્સો જોઈણે ડોકટરો પણ ચોંકી ગયાં હતાં. ડૉકટર્સે દર્દથી પીડાતી બાળકીના અલ્ટ્રાસાઉન્ડ કર્યું તો તેમને કંઇક ખાસ ગડબડી લાગી. ત્યારબાદ સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઇ રિપોર્ટમાં પુ્ષ્ટિ થઇ કે બાળકીના પેટમાં ભ્રૂણ છે.

આ જોઇને બાળકીના માતા-પિતા અને ડોકટરોના રુંવાડા ઊભા થઈ ગયા. ડૉ.આલોક ચંદ્ર પ્રકાશની ટીમે સર્જરી કરીને બાળકીના પેટમાંથી ભ્રૂણને બહાર નીકાળ્યું. બાળકી હવે બિલકુલ સ્વસ્થ છે. તેને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. ડૉ.આલોકે કહ્યું કે માતાના ગર્ભમાં ઉછેર દરમ્યાન જોડિયા બાળકોની સ્થિતિમાં એક ભ્રૂણ વિકસિત થતું નથી

અને બીજાના શરીરમાં ચિપકાઇ જાય છે. દુનિયાભરમાં અત્યાર સુધી આવા અંદાજે 200 કેસ મળી ચૂકયા છે. કહેવાય છે કે 50 લાખમાં આવો એક કેસ જોવા મળે છે. ભારતના કેટલાંય રાજ્યોમાં પણ 5-6 કેસ આવા મળે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…