99% લોકો નહીં જાણતા હોય સાળંગપુર હનુમાનજી દાદાની પ્રતિમાનો ઇતિહાસ- જાણો એક ક્લિક પર

132
Published on: 4:58 pm, Sat, 16 October 21

બધા લોકો સાળંગપુર મંદિરે કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે જતાં જ હોય છે, પરંતુ તેનો પ્રાચીન ઇતિહાસ વિશે અમુક લોકો જ જાણતા હશે. તો આજના આ લેખમાં સાળંગપુરનો પ્રાચીન ઇતિહાસ જાણીશું. આ મંદિર ભક્તજનોમાં કષ્ટ નિવારવા માટે તેમજ જેમને ભુત –પ્રેત કે અનિષ્ટ તત્વોથી પીડાતા હોય તેવા લોકો માટે આ મંદિર ઘણું સત્કારી તેમજ ચમત્કારી મનાય છે.

બોટાદ જીલ્લાના બરવાળા તાલુકામાં સાળંગપુર ગામે આવેલ આ મંદિર માટે એમ કહેવાય છે કે ભુત -પ્રેતાત્માથી પીડિતો માત્ર એકવાર જો સાળંગપુર હનુમાનજીના દર્શન કરી લે તો તેમને આવી પીડામાથી મુક્તિ મળે છે. આ ઉપરાંત માનસિક રીતે વિકલાંગ લોકો અને મંદબુદ્ધિના લોકો પણ આ મંદિરમાં હનુમાનજીના દર્શનનો અવશ્ય લાભ લે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રી સ્વામી સહજાનંદ ગઢડામાં રહેતા હતા તેમણે સંપ્રદાયના વડા તરીકે નિયુકત કરેલા વડતાલના સ્વામી ગોપાલાનંદ વારંવાર વડતાલથી ગઢડા પ્રવાસ વખતે વચ્ચે સાળંગપુરમાં વિશ્રામ કરતા.

સમય જતાં જીવા ખાચર બાદ તેમના પુત્ર વાઘા ખાચર પણ તેમની ભકિત કરતા રહ્યા. એવી લોકવાયકા છે કે આજથી 150 વર્ષ પહેલાં સાળંગપુરમાં ભારે દુકાળ પડ્યો હતો. પ્રાણી હોય કે મનુષ્ય – પાણી વગર દરેકની હાલત દયનીય બની ગઈ હતી. આ દુકાળ સાળંગપુર આખાને ભરખી લેશે તેમ જણાતું હતું. આ સમયે વાધા ખાચરે શ્રી ગોપાલાનંદે સ્વામીને વિનંતી કરતાં કહયુ કે સ્વામી અમારે તો બે પ્રકારના કાળ પડયા છે.

એક ત્રણ વરસથી વરસાદ નથી થયો અને બીજુ આ બોટાદ અને કરિયાણીના દરબારો સમૃધ્ધ હોવાથી તેઓ સંતોને રોકિ રાખે છે. જેથી અમોને સતસંગનો લાભ નથી મળતો. આ સાંભળી ગોપાળાનંદ ગંભીર બની ગયા અને તેમણે કહ્યુ કે ભીડ ભાંગે એવા હનુમાનજી ની પ્રતીષ્ઠા કરી આપુ. સ્વામી ગોપાલાનંદે વાધા ખાચરને સાળંગપુરાથી પથ્થર લાવવાનું કહ્યું.

તેમાં કોલસાથી હનુમાનજીની મૂર્તિ દોરી આપી વાધા ખાચરને સ્વામીજીએ એક શિલ્પી બોલાવી લાવવા કહ્યું અને સ્વામીજી કડિયાને કહ્યુ કે આમા એવી મૂર્તિ કંડાર કે વિશ્વમાં તેની નામના થાય. ત્યારબાદ સ્વામીજી મૂર્તિને સાળંગપુર લઈ ગયા અને વિક્રમ સવંત 1905ના આસો વદ પાંચમના દિવસે સાળંગપુર ગામમાં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીએ અનેક સંતો-વિદ્રાનો, બ્રાહ્મણો અને હરિભકતોને આંમત્રિત કયૉ.

ભવ્ય મોહત્સવમાં વેદોકતવિધિથી શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી. સ્વામી ગોપાલાનંદના મુખ્ય શિષ્ય શુકમુનિએ આરતી કરી. આરતી સમયે સ.ગુ.શ્રી ગોપાળાનંદ સ્વામીએક લાકડીને પોતાની દાઢી સાથે ટેકવીને મુર્તિ સામે ત્રાટક વિધિ કરતાં ઊભા છે. પોતે સંકલ્પ કરે છે કે આ મુર્તિમાં હનુમાનજી મહારાજ આવિભૉવ થાઓ. ત્યારે આરતીના પાંચમા તબક્કા બાદ મૂર્તિ હલવા લાગી. ગોપાળ સ્વામીએ શ્રી હનુમાનજી મહારાજને વિનંતી કરી કે આપના ચરણે આવેલ હર કોઈ મનુષ્યોનાં દુઃખ દુર કરજો.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…