ગુજરાતમાં 3 મે બાદ લોકડાઉન લાગવાની 99% શક્યતા, જાણો શું છે રૂપાણી સરકારનો નિર્યણ? 

453
Published on: 5:14 am, Sat, 1 May 21

2021 માં કોરોનાનો કહેર ખુબ જ વધવા લાગ્યો, દરરોજ હજારો લોકોના મૃત્યુ થાય અને કેટલા નવા પોઝીટીવ કેસો આવે છે. આ મહામારી વચ્ચે સરકાર લોકડાઉન કરાવનું વ્ચારી રહી છે. રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે કેટલાક ધારાસભ્યો રાજ્યમાં લોકડાઉન લગાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે વડોદરાના વધુ એક ધારાસભ્યએ રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની માગ કરી છે.

સયાજીગંજના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ લોકડાઉન એ જ આખરી વિકલ્પ હોવાની વાત કરીને લોકડાઉન અંગે માગ કરી છે. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં ધારાસભ્ય જીતુભાઈ સુખડીયાએ જણાવ્યું કે રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન અંગે તેઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત પણ કરશે. જીતુભાઈ સુખડીયાએ તો ત્યાં સુધી શક્યતા પણ વ્યક્ત કરી દીધી કે ત્રણ મે પછી લોકડાઉન આવવાની શક્યતા છે.

અગાઉ કેતન ઈનામદાર, શૈલેષ મહેતા, અક્ષય પટેલ લોકડાઉનની માગ કરી ચૂક્યા છે. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 14327 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ છે. છેલ્લા ચાર દિવસથી નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

રાજ્યમાં કોરોના સંક્રમણથી  વધુ 180 લોકોનાં મૃત્યુ થયા છે.  તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 7010 પર પહોંચી ગયો છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…