75 વર્ષની ઉંમરે ફાફડા વેચીને ગુજરાન ચલાવતા દાદીનો આ વિડીયો જોઇને તમે પણ ભાવુક થઈ જશો

499
Published on: 11:28 am, Mon, 4 October 21

ઉંમર એ શરીર કરતા વધુ તમારા મનનો વિચાર છે. જો આપને કોઈ ફરક પડતો નથી તો આ વાત આપની માટે કોઈ મતલબની નથી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલ આ વીડિયોમાં સુપ્રસિદ્ધ અમેરિકી લેખક માર્ક ટ્વેનની આ કહેવત સંપૂર્ણપણે સાચી સાબિત થઈ છે. આ વીડિયોમાં એક 75 વર્ષના ફાફડા સેલરની સ્ટોરી જણાવાઈ છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો: 
આ વીડિયોને હ્યુમન્સ ઓફ બોમ્બેના ઈન્સટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે ત્યારે આ વીડિયોની સાથોસાથ શેર કરવામાં આવેલ કેપ્શનમાં જણાવાયું છે કે, “ફાફડા જમવાનું, કામ કરવાનું, મજાની લાઈફ!” આ વીડિયોમાં સેલર કલાવંતી દોશી જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં જણાવાયુ છે કે, કેવી રીતે મહિલાએ નોકરી કરનાર પોતાના પતિની સાથે રસ્તા પર ફાફડાનો સ્ટોલ શરૂ કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે વૃદ્ધ મહિલા મુશ્કેલીઓમાં પૈસા કમાવવા માટે એક લારી પર ફાફડા વેચીને પૈસા કમાઈ રહ્યા છે.

આ વીડિયો એ વાક્યની સાથે ખતમ થાય છે કે, “હું પોતાની માલિક છું. હું પોતાના પૈસા પોતે કમાઉ છું.” જે વાત વીડિયોને વધારે મજેદાર બનાવે છે. બેકગ્રાઉન્ડમાં બંટી ઔર બબલીનું ધડક ધડક ગીત વાગી રહ્યું છે. જેમાં અભિષેક બચ્ચન રાની મુખર્જી તથા અમિતાભ બચ્ચન હતા.

લોકોને ઈમોશનલ કરી રહી છે દાદીની સ્ટોરી:
સોશિયલ મીડિયા પર આ વીડિયોને અત્યાર સુધીમાં 42,000થી વધુ લાઈક્સ મળી ચુકી છે ત્યારે લોકોને દાદીની આ સ્ટોરી ખુબ ભાવુંક કરી રહી છે. આ વીડિયો પર અનેક લોકો ખૂબ કમેન્ટ્સ કરી રહ્યા છે ત્યારે એક ઈન્સટાગ્રામ યુઝર જણાવે છે કે, “આ સ્ટોરી મને ભાવુક કરી રહી છે.

દાદી બોસ લેડી છે.” બીજા એક યુઝરે લખ્યું હતું કે, “દાદી સુપર કૂલ તથા કોન્ફિડન્ટ છે.” ત્રીજા યુઝરે લખ્યું હતું કે, “વાહ… તમે કેટલી સારી સ્ટોરી પોસ્ટ કરો છો… હું આ તમામ લોકોને પ્રેમ કરૂ છું… આ ખૂબ પ્રેરણાદાયક છે.” આમ ,આ વિડિયોનો અંત આવે છે.