સામાન્ય રીતે શ્રાદ્ધને લઈને પહેલો નિયમ એ છે કે વ્યક્તિ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ તેનું શ્રાદ્ધ કરી શકાય છે. જેમ કે પૂનમે મૃત્યુ પામ્યા હોય તેનું પૂનમે, પાંચમે મૃત્યુ પામ્યા હોય તેનું પાંચમે. આમ છતાં સંજોગો વસાત જો એ દિવસે શ્રાદ્ધ ન થઈ શકે તેમ હોય તો આ દિવસોમાં પણ તેમનું શ્રાદ્ધ કર્મ થઈ શકે છે. પૂર્વજોને યાદ કરીને શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે.
20 સપ્ટેમ્બરથી એટલે કે આજથી પિતૃ પક્ષ શરૂ થઈ રહ્યો છે જે 6 ઓક્ટોબર સુધી રહેશે. આપણે ત્યાં 16 શ્રાદ્ધ નાંખવાની પરંપરા છે. પિતૃઓને શ્રદ્ધા સાથે યાદ કરવામાં આવે છે. જેને ખરા અર્થમાં શ્રાદ્ધ કહેવાય છે. આસો મહિનાના વદ પક્ષની એકમથી પિતૃમોક્ષ અમાસ સુધીનો સમય મહાલયા એટલે પિતૃ પક્ષ કહેવાય છે. માન્યતા છે કે આ દિવસોમાં આપણાં પિતૃ દેવતા ચંદ્ર લોકથી ધરતી ઉપર આવે છે.
અને પોતાના વંશજના ઘરની અગાસી ઉપર રહે છે. એટલે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ઘરની અગાસીમાં ભોજન પિરસવાની પરંપરા છે. પૌરાણિક ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે કે વ્યક્તિએ દેવોની પૂજા કરતા પહેલા પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ. જ્યારે પૂર્વજો પ્રસન્ન થાય છે ત્યારે દેવતાઓ પણ પ્રસન્ન થાય છે.
આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિમાં ઘરના વડીલોનું સન્માન કરવામાં આવે છે અને મૃત્યુ પછી શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. આની પાછળ એવી માન્યતા પણ છે કે જો પૂર્વજોની પૂજા ન કરવામાં આવે તો તેમને મોક્ષ મળતો નથી અને તેમનો આત્મા સતત ભટકતો રહે છે. પિતૃપક્ષની ઉજવણી કરવા માટે એક જ્યોતિષીય કારણ પણ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં પિતૃ દોષ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિ સફળતાની ખૂબ નજીક પહોંચ્યા પછી પણ સફળતાથી વંચિત રહે છે, બાળકોના જન્મમાં સમસ્યાઓ આવે છે, પૈસાની ખોટ હોય છે, ત્યારે જ્યોતિષ ગણતરી મુજબ પિતૃ દોષ હોય છે.
એટલા માટે પિતૃ દોષથી મુક્તિ મેળવવા માટે પણ પૂર્વજોની શાંતિ જરૂરી માનવામાં આવે છે. જો તમે શ્રાદ્ધ પક્ષ દરમિયાન તમારા પૂર્વજો માટે શ્રાદ્ધ કરી રહ્યા છો, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. શ્રાદ્ધ પક્ષમાં કામ, ક્રોધ, લોભથી બચવું જોઈએ. જે લોકો પોતાના માતા-પિતા, કે ઘરમાં રહેલા વડિલો અને પરિવારના સભ્યોનું સન્માન કરતા નથી.
અને હંમેશાં અન્ય લોકોને જ મહત્ત્વ આપે છે, તેમના ઘરમાં પિતૃ દેવતા અન્ન ગ્રહણ કરતા નથી. આપણે ત્યાં શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મભોજન કરાવવાની પરંપરા છે. આ દિવસોમાં જેટલુ દાન-પુણ્ય કરવામાં આવે તેનુ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. શ્રાદ્ધ પક્ષમાં ઘરમાં શાંતિ રાખવી જોઈએ. ઘરમાં ક્લેશ અને અવાજ ન કરવો. સાથે જ, ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખો. શ્રાદ્ધમાં નિર્ધનને અનાજ અને વસ્ત્રનું દાન કરવું જોઈએ. પશુ-પક્ષીઓના આહાર અને પાણીની વ્યવસ્થા કરો. નાના બાળકોને ભોજન કરાવો.
લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “રોચક જાણકારી“ પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…