12 પાસ વિદ્યાર્થીનીએ ‘હું બોઉ જ થાકી ગઈ છું કહીને કર્યો આપઘાત’- કાળજું કંપાવી નાખે તેવી વાંચો સુસાઈડ નોટ

1206
Published on: 11:21 am, Sat, 11 September 21

આપઘાતના કિસ્સાઓ ઘણાં સંભાળવા મળે છે. ગાઝિયાબાદમાં રહેતી 12 મા પાસ વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. તેના મૃત્યુ પહેલા વિદ્યાર્થીનીએ એક સુસાઈડ નોટ પણ છોડી હતી. જેમાં તેણે આત્મહત્યાનું કારણ જણાવ્યું છે. સુસાઈડ નોટ વાંચીને દરેકની આંખમાં આંસુ હતા.પોલીસના જણાવ્યા અનુસાર છોકરી 18 વર્ષની હતી.

છોકરીનું નામ નંદિની હતું અને તે 12 પાસ હતી. જ્યારે નંદિનીનો ભાઈ આદિત્ય ધોરણ 10 નો વિદ્યાર્થી છે.પોલીસના જણાવ્યા અનુસાર દુર્ગા એન્ક્લેવમાં રહેતા સંજય ત્યાગી નોઈડામાં એક આઈટી કંપનીમાં કામ કરે છે. તેમની પુત્રી નંદિનીએ આત્મહત્યા કરી છે. વિદ્યાર્થીનીની લાશ સોમવારે લટકતી મળી હતી.

પરિવારને સ્થળ પરથી ડાયરી પણ મળી છે.જેમાં સુસાઈડ નોટ હતી. ચિઠ્ઠીમાં વિદ્યાર્થીનીએ માફી માંગતા લખ્યું હતું કે સોરી,મમ્મી પપ્પા. જેવું તે ઇચ્છતા હતા તે રીતે તે બની શકી નહીં. જ્યારે સંબંધીઓએ તેને જોઈ ત્યારે તેને તાત્કાલિક સર્વોદય હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

જ્યાં તેને મૃત જાહેર કરાઈ હતી. હોસ્પિટલમાંથી પોલીસને ઘટનાની જાણ થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર નંદિની અભ્યાસમાં નબળી હતી અને તાજેતરમાં જ 12 માં પાસ થઈ હતી. નંદિનીનો પરિવાર તેને અભ્યાસ માટે વારંવાર ટોકતો હતો. 12 પાસ કર્યા પછી નંદિની સારી કોલેજમાં એડમિશન મેળવવા પ્રયત્ન કરતી હતી.

પરંતુ ઓછા માર્ક્સના કારણે નંદિનીને સારી કોલેજમાં એડમિશન મળતું ન હતું. આ કારણે તે ડિપ્રેશનમાં સરી પડી. પોલીસના જણાવ્યા અનુસાર રક્ષાબંધન પર નંદિની ખૂબ ખુશ હતી. તેણે ભાઈ આદિત્યને રાખડી પણ બાંધી હતી.

પરંતુ બીજા જ દિવસે તેણે આ ભયાનક પગલું ભર્યું. આત્મહત્યા કરતા પહેલા નંદિનીએ અંગ્રેજીમાં સુસાઈડ નોટ લખી હતી. જેમાં નંદિનીએ લખ્યું કે સોરી,મમ્મી -પપ્પા.તમે બંને ઇચ્છતા હતા તે હું કરી શકી નહીં.હું તમારી સારી પુત્રી ન બની શકી.તે દુ:ખ છે કે મારા માતાપિતાએ મારા માટે ઘણું કર્યું અને હું તેમના માટે કંઈ કરી શકી નહીં.

લેખન અને સંપાદન : ગુજરાતી ડાયરો Team
તમે આ લેખ “ગુજરાતી ડાયરો” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું ગુજરાતી ડાયરો પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…