શહિદ ભાઈની બહેનના લગ્નમાં ‘ભાઈ’ની કમી પુરી કરવા આવ્યા 100 કમાન્ડો, બહેનની વિદાઈ વખતે કર્યું એવું કે જાણીને તમારી આંખો ભીની થઈ જશે

616
Published on: 6:25 am, Wed, 16 June 21

સૈનિક બનવું ખુબ જ ગર્વની વાત છે, દેશના રક્ષક બનવા માટે બધામાં હિંમત હોતી નથી. દેશના સૈનિકો જેટલું સહક કરી શકે અને પોતે ભૂખ-તરસા રઈણે દેશની રક્ષા કરે છે. આ રક્ષક જયારે મૃત્યુ પામે છે ત્યારે તેને શહીદ થયેલો ગણાય છે અને આ શહીદ પાછળ દેશ ઘણું કરે છે,

તો આજે એક એવો જ લેખ વાંચીને તમારી આંખો ભીની થઈ જશે. ભાઈની એક ખુશી માટે જે પોતાના આંસુ છુપાવી દે તેને બહેન કહેવામા આવે છે અને પોતાની બહેનની ખુશી માટે બધીજ હદ પાર કરી દે તેને ભાઈ કહેવામા આવે છે.

ભાઈ અને બહેનનો સબંધ બધાથી અલગ હોય છે અને ખુબ જ નિરાળો હોય છે. આ સબંધની એક અનોખી પહેલ બિહારમાં જોવા મળી હતી. આ પ્રસંગ હતો 3 જૂન શહીદ થયેલા કમાન્ડો જ્યોતિ સિંહની બહેનના લગ્નનો જે બે વર્ષ પહેલા શહીદ થઇ ગયા હતા. કોઈના જવાની કમી કોઈ પુરી નથી કરી શકતા.

પણ કમાન્ડો જ્યોતિ પ્રકાશના મિત્રોએ આ કમીને પુરી કરવાની કોશિશ કરી હતી. જ્યોતિ પ્રકાશના મૃત્યુ પછી તેમના ઘરની હાલત સારી ન હતી. એવામાં જ્યોતિ પ્રકાશના 100 કમાન્ડો મિત્રોએ જ્યોતિના બહેનના લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો હતો અને વિદાય સમયે બહેનનો પગ એકવાર પણ જમીન પર ના મુકવા દીધો.

જ્યોતિ પ્રકાશના 100 મિત્રોએ તેમની હથેળી ઉપર બહેનની વિદાય કરાવી. પહેલા તો તેમને બધાએ ફાળો ઉગરાવીને લગ્નનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવ્યો અને લગ્નમાં પહોંચીએ બધી જવાબદારીઓ પણ નિભાવી. આમ કમાન્ડો દેશની રક્ષા કરવાનો પોતાની ફરજ નિભાવી રહ્યાં છે પરંતુ સાથે-સાથે લોકોના દુઃખોમા પણ મદદ કરે છે.

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…