વડોદરામાં કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ સહિત દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા

210
Published on: 6:18 pm, Mon, 4 October 21

હાલમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓને પકડી પાડવામાં આવતા હોય છે. જ્યારે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત સહિતના સ્થળોએ નશીલા પદાર્થ ઝડપાવવાની ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં જ વડોદરામાં એક મોટી દારુ મહેફિલમાં 10 નબીરાઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા-ગોરીયાદ નજીક ખુલ્લી જગ્યામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરાઓ પોલીસની અડફેટે ચડી જતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનામાં શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે.

સમાજમાં દારૂને દૂષણને બદલે ભૂષણ માનતા આ નબીરાઓ ખેતરાઉ જેવી ખુલ્લી જગ્યાએ એકત્રિત થઈને મહેફીલે ચડ્યા હતા. પોલીસને શહેરના પાદરા-ગોરીયાદ નજીક ખુલામાં શરાબની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળતા જ ત્યાં પોલીસ ત્રાટકી હતી. પોલીસ દ્વારા દારૂના મુદ્દામાલ સાથે 10 જેટલા નબીરાની અટકાયત કરવામાં આવી છે અને તેમને પોલીસ મથક લાવવામાં આવ્યા છે.

નબીરાઓ સાથે શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અને તેનો ભાઈ પણ સામેલ હોવાની વાતે વધુ ચર્ચા જગાવી છે. વડોદરાથી ગાંધીનગર સુધી તાર ઝણઝણવા લાગતા પોલીસ દ્વારા પણ સાવચેતી દાખવવાનું શરુ કરવામાં આવ્યું છે. વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સંજય સોલંકી અને તેમનો ભાઈ પણ આ મહેફિલમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે

લેખન અને સંપાદન : રોચક જાણકારી Team
તમે આ લેખ “રોચક જાણકારી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું રોચક જાણકારી પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…